અંકલેશ્વર: ખેલૈયાઓને આવકારવા ગરબા ગ્રાઉન્ડ તૈયાર, GIDCમાં 7 સ્થળોએ મોટા ગરબા આયોજન

જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે માતાજીની ભક્તિ સાથે ખેલૈયાઓ ગરબા ગ્રાઉન્ડ પર મન મૂકીને ગરબે ઘૂમશે.

New Update
  • નવ નવેલી રાતનો આવતીકાલથી પ્રારંભ

  • અંકલેશ્વરમાં યોજાશે ગરબા મહોત્સવ

  • ગરબા ગ્રાઉન્ડ પર તૈયારીઓને આખરી ઓપ

  • કલાકારો ગરબા કરશે રજૂ

  • 7 સ્થળોએ મોટા ગરબા આયોજન

વિશ્વના સૌથી મોટા નૃત્યોત્સવ નવરાત્રીનો આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીમાં વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ છે આ માટે અંતિમ સમયની તૈયારીઓને આખરીઓ આપવામાં આવી રહ્યો છે.

જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે માતાજીની ભક્તિ સાથે ખેલૈયાઓ ગરબા ગ્રાઉન્ડ પર મન મૂકીને ગરબે ઘૂમશે. અંકલેશ્વર જીઆઇડીસીમાં વિવિધ મંડળો દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વર જીઆઇડીસીમાં ખોડલધામ પરિવાર દ્વારા આપણી દીકરી આપણા આંગણે સૂત્ર સાથે નવરાત્રી મહોત્સવ યોજાશે જેમાં નવ દિવસ જાણીતા કલાકાર મિલન મહેર અને કવિ રબારી ગરબાના તાલે ખેલૈયાઓને જુમાવશે.આ આયોજન થકી એકત્ર થનાર ભંડોળનો કેન્સર હોસ્પિટલમાં સહયોગ આપવામાં આવશે

આવી જ રીતે અંકલેશ્વરના નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્વરગુંજન ગ્રુપ દ્વારા નવે નવ દિવસ અલગ અલગ કલાકારો દ્વારા ખેલૈયાઓને ગરબે ગુમાવવામાં આવશે. આ માટે સુંદર ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે
પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ માનવ મંડળ ખાતે સાંસ્કૃતિક મંડળ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રોજના અલગ અલગ કલાકારો દ્વારા માં જગદંબાની આરાધના માટે વિવિધ પ્રકારના ગરબા રજૂ કરાશે જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘુમશે.
અંકલેશ્વરના એપલ પ્લાઝા નજીક આવેલ અવસર પાર્ટી પ્લોટ ખાતે રેવાના તાલે ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાણીતા કલાકાર વિશાલ શેઠ, રાઘવ અને મુદ્રા દ્વારા ગરબા રજૂ કરવામાં આવશે આ માટે ભવ્ય ડેકોરેશન અને ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે.
અંકલેશ્વરમાં સૌપ્રથમ વખત નવરાત્રી મહોત્સવ માટે એસી ડોમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. યુવા મિત્ર મંડળ  દ્વારા સરદાર ભવન ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તાલનો રંગ યુવાને સંગ ગ્રુપ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવ યોજાશે. નવરાત્રીના સમયમાં વરસાદ વરસસે તો પણ ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમી શકશે.
અંકલેશ્વરમાં આવેલ ગાર્ડન સિટી ખાતે પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આઈ આરાધના ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ યોજાશે. જે માટે વિશાળ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. નવરાત્રીના નવ દિવસ અલગ અલગ કલાકારો ગરબા રજૂ કરી ખેલૈયાઓને ગરબે ગુમાવશે.
રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા પણ પ્રતિવર્ષની જેમ આ વર્ષે ભવ્ય નવરાત્રી મહોત્સવ યોજાશે જેમાં ભરૂચના નરેશ શાહ દ્વારા અવનવી થીમ પર ગરબા યોજાશે જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમશે.
Latest Stories