New Update
પાનોલી પોલીસને મળી સફળતા
કામધેનુ એસ્ટેટમાંથી વિદેશી દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું
રૂ.19 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
અજાણ્યા ઈસમોએ દારૂ સ્ટોર કર્યો હોવાનું બહાર આવ્યું
માલિકની જાણ બહાર ગોડાઉનનો ઉપયોગ કરાયો
ભરૂચની પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ કામધેનું એસ્ટેટ-૨માં ગોડાઉન માલિકની લાપરવાહીનો ફાયદો ઉઠાવી અજાણ્ય ઈસમે વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો જયારે પોલીસે ૧૯ લાખનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચની પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કામધેનું એસ્ટેટ-૨માં પ્લોટ નંબર-ઈ-૧૯માં આવેલ ગોડાઉનમાં શંકાસ્પદ બોક્ષ પડેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે ગોડાઉનના માલિક વિનય સુભાષ શર્માને સાથે રાખી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૧૦૮૩૬ મળી આવી હતી પોલીસે ૧૯ લાખનો દારૂ કબજે કરી તપાસ હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગોડાઉન માલિક ગોડાઉનનું તાળું નહિ લગાવતા હોવાથી અજાણ્યો ઇસમ વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યા બાદ ગોડાઉનને તાળું લગાવી જતો રહ્યો હોવાથી વિનય શર્માને શક જતા તેઓએ ગેટની બાજુની ઓફીસ ઉપરથી ઉપરથી અંદર જોતા ઘણા બોક્ષ પડ્યા હોવાથી પોલીસને જાણ કરતા બુટલેગરોએ દારૂનો જથ્થો ઉતારવા માટે માલિકની જાણ બહાર ગોડાઉનનો ઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું હતું.
જોકે ગોડાઉન માલિકની જાણ બહાર જ વિદેશી દારૂનો આટલો મોટો જથ્થો અજાણ્યા ઇસમો કેવી રીતે સંતાડી ગયા તે બાબતે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.