/connect-gujarat/media/media_files/2025/08/14/img-20250813-wa0023-2025-08-14-11-48-16.jpg)
સરદારધામ સંચાલિત Global Patidar Business Organization (GPBO) હાલમાં બે રાજ્યના આઠ શહેરોમાં “સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ”ના મહાસંકલ્પ સાથે કાર્યરત છે. આ જ સંકલ્પને આગળ ધપાવવા માટે અંકલેશ્વર ખાતે અમસલ કેમ પ્રા.લી.માં GPBOના નવા અધ્યાયની દિશામાં ઉત્સાહભેર મીટીંગ યોજાઈ હતી.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/08/14/img-20250813-wa0034-2025-08-14-11-48-16.jpg)
બિઝનેસ નેટવર્કિંગની મીટીંગ
આ મીટીંગમાં અંકલેશ્વરના 17 પ્રતિભાશાળી ઉદ્યોગસાહસિકોએ હાજરી આપી હતી,જ્યારે સુરતથી GPBOના 9 અનુભવી લીડર્સે માર્ગદર્શન આપ્યું હતું.GPBOનો આ નવો અધ્યાય માત્ર બિઝનેસ કનેક્શન પૂરતો નથી, પરંતુ સહકાર, પ્રેરણા, વિકાસ અને યુવાનોની શક્તિનું એવું મંચ છે, જ્યાં દરેક ઉદ્યોગસાહસિક પોતાના સપનાઓને સાકાર કરવા આગળ વધી શકે. અંકલેશ્વરના બિઝનેસ સમુદાય માટે આ મજબૂત નેટવર્કિંગ, વ્યાપક વ્યવસાય અવસર અને સમાજ સાથે જોડાઈ પ્રગતિના નવા માર્ગ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.