New Update
/connect-gujarat/media/media_files/2025/12/09/gpcb-ankleshwar-2025-12-09-18-11-00.jpg)
અંકલેશ્વરના પાનોલીમાં આયોજન
જીપીસીબી દ્વારા આયોજન કરાયું
લોક દરબારનું આયોજન કરાયું
પ્રદુષણ મુદ્દે ફરિયાદોનો મારો
અધિકારીઓએ કરી સ્થળ વિઝીટ
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસી ખાતે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના ગ્રામજનોએ વાયુ અને જળ પ્રદુષણની ફરિયાદોનો મારો ચલાવતા અધિકારીઓએ સ્થળ મુલાકાત કરી હતી.
અંકલેશ્વરની પાનોલી GIDC ખાતે નોટિફાઇડ એરીયા ઓથોરિટીની કચેરીમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCBના પ્રાદેશિક અધિકારી ડો.જિજ્ઞાસા ઓઝાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક દરબારમાં ઉમરવાડા, સંજાલી, ખરોડ, આલુજ અને પાનોલી સહિતના આસપાસના ગામોના ગ્રામજનો હાજર રહ્યા હતા.લોક દરબારમાં જળ અને વાયુ પ્રદુષણ અંગે ગ્રામજનો દ્વારા અધિકારીઓને રજુઆત કરવામાં આવી હતી.ગ્રામજનો દ્વારા ઉમરવાડા ગામની વનખાડી અંગે રજુઆત કરતા જણાવાયું હતું કે અગાઉ પશુઓના પીવા અને ખેતી માટે ઉપયોગમાં લેવાતું પાણી હવે કેમિકલ યુક્ત પાણીમાં ફેરવાઈ ચૂક્યું છે.
સંજાલી ગામના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે એન્જિનિયરિંગ ઝોનને કેમિકલ ઝોનમાં ફેરવ્યા બાદ આગ લાગવાની ઘટનાઓમાં વધારો થયો છે. તાજેતરમાં આગની ઘટનામાં ગેસ લીકેજ થવાથી કેટલાક રહીશો ઘરો ખાલી કરવા મજબૂર બન્યા હોવાની માહિતી આપવામાં આવી હતી.
ખરોડ અને પાનોલી ગામના આગેવાનોએ GIDC વિસ્તારમાંથી આવતી ઝેરી ગેસ અને દુર્ગંધ અંગે ગંભીર ફરિયાદ કરી હતી.લોક દરબારના અંતે અધિકારીઓએ તમામ ફરિયાદોની સત્તાવાર નોંધ લઈ સ્થળ તપાસ કરી હતી અને જવાબદાર ઉદ્યોગો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ બેઠકમાં પાનોલી ઉદ્યોગ મંડળના હોદ્દેદારો અને જીઆઇડીસીના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
Latest Stories