અંકલેશ્વર: પોલીસ વિભાગ દ્વારા વયસ્ક નાગરિકોને સાયબર ક્રાઇમ અંગે અપાયું માર્ગદર્શન

અંકલેશ્વરની જે.એન. પીટીટ લાયબ્રેરી ખાતે ભરૂચ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત વયસ્ક નાગરિકો માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો 

New Update
aa

અંકલેશ્વરની જે.એન. પીટીટ લાયબ્રેરી ખાતે ભરૂચ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત વયસ્ક નાગરિકો માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો 

ભરૂચ પોલીસ દ્વારા સુરક્ષાએ સેતુ સોસાયટી અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત સિનિયર સિટીઝનની સમસ્યા અને સમાધાન માટે  અંકલેશ્વર શહેરમાં આવેલ જે.એન. પીટીટ લાયબ્રેરીના સભાખંડ ખાતે સુરક્ષા સેતું અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. ટેક્નોલોજીના જમાનામાં વયસ્ક નાગરિકો સાયબર ક્રાઇમનો ભોગ વધુ બનતા હોય છે ત્યારે આ પ્રકારના ગુનાઓથી કેવી રીતે બચી શકાય એ અંગેનું માર્ગદર્શન પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યું હતું.સાથોસાથ સરકારના સિનિયર સીટીઝન કાર્ડ અંતર્ગત મળતા લાભ અંગે પણ વયસ્ક નાગરિકોને અવગત કરાવવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા પોલીસ અધિકારીઓ અને સિનિયર સીટીઝનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories