New Update
/connect-gujarat/media/media_files/2025/08/04/rk-vakil-school-2025-08-04-17-56-55.jpg)
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આવેલ આર. કે.વકીલ હાઇસ્કુલ ખાતે નંદ ગોપાલ સહકારી બચત યોજના અંતર્ગત મંડળીના ચેરમેન પ્રવિણસિંહ ડી. રણા, વાઇસ ચેરમેન રાજકુમાર એ. ટેલર, મંડળીના ડિરેક્ટર રમણલાલ બી.પટેલ, આદર્શ કેળવણી મંડળના ઉપપ્રમુખ ઉમેદભાઈ પટેલ, સલાહકાર રાજેન્દ્ર કઠવાડીયા,શાળાના આચાર્ય ધર્મેશ જોષી, પ્રાથમિક વિભાગના આચાર્ય જયેશ પટેલ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/08/04/rk-vakil-school-ilav-2025-08-04-17-57-04.jpg)
આ પ્રસંગે ઉપસ્થિત 70 વાલીઓ, 25 શૈક્ષણિક કર્મચારીઓ તેમજ કુલ 460 વિદ્યાર્થીઓને ધી મહાલક્ષ્મી બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળીની નંદ ગોપાલ સહકારી બચત યોજના વિશે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી.. જે વિદ્યાર્થીઓ બચત યોજનામાં જોડાયા તેમને બચતપેટીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
Latest Stories