ભરૂચ: અંકલેશ્વરમાં દોઢ લાખથી વધુ ભક્તોની ઉપસ્થિતિમાં હરિપ્રબોધમ્ યુવા મહોત્સવની શિસ્તબદ્ધ ભવ્ય ઉજવણી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે એરપોર્ટ સામેની વિશાળ જગ્યામાં હરિપ્રબોધમ્ યુવા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે વિશાળ યુવા સમુદાય અને આમંત્રિત મહેમાનોએ લાભ લીધો હતો.

New Update
Advertisment
  • હરિપ્રબોધમ મહોત્સવની કરાઈ ઉજવણી

  • દેશ વિદેશમાંથી હરિ ભક્તો રહ્યા ઉપસ્થિત

  • દોઢ લાખથી વધુ ભક્તોએ લીધો ઉત્સવનો લ્હાવો

  • પ્રબોધસ્વામીજીના આર્શીવચનથી તરબોળ બન્યા ભક્તો

  • મહોત્સવ નિમિતે 5000 યુનિટ બ્લડ પણ એકત્ર કરાયું  

Advertisment

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે એરપોર્ટ સામેની વિશાળ જગ્યામાં હરિપ્રબોધમ્ યુવા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે વિશાળ યુવા સમુદાય અને આમંત્રિત મહેમાનોએ લાભ લીધો હતો.

હરિપ્રસાદસ્વામીજીના 91માં પ્રાગટ્ય દિન તથા પ્રબોધસ્વામીજીના 72માં પ્રાગટ્ય દિન નિમિત્તે ભરૂચના અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર એરપોર્ટ પાસે આવેલ ગ્રાઉન્ડમાં 5મી જાન્યુઆરીરવિવારે 350 વીઘા જગ્યામાં મહોત્સવ યોજાયો હતો.જેમાં અમેરિકાયુકેકેનેડાજર્મનીન્યુઝીલેન્ડઓસ્ટ્રેલિયા સહિત 12 જેટલા દેશો તથા ગુજરાતમહારાષ્ટ્રપંજાબઉત્તર પ્રદેશકર્ણાટક માંથી અંદાજે દોઢ લાખથી વધુ હરિભક્તોનો માનવ મહેરામણ ખૂબ જ શિસ્ત અને ભક્તિથી આ મહોત્સવમાં ઉમટયો હતો.

સંતવર્ય શ્રી સર્વમંગલસ્વામીએ પ્રબોધસ્વામીજીની સાધુતાના પ્રસંગોનું દર્શન કરાવતા જણાવ્યું હતું કેપ્રબોધસ્વામીની આધ્યાત્મિક ગરીબાઈની આ અસર છે કે દોઢ લાખ યુવકો શિસ્તથી બેસી રહ્યા છે. પ્રબોધસ્વામીજીના જીવન પ્રસંગોનો ગ્રંથ સમર્થની સાધુતાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

મહોત્સવમાં ઉપસ્થિત સંતગણમાં ગુમાનદેવ હનુમાનજી મંદિરના પૂ. મનમોહનદાસજી ઉપસ્થિત રહ્યા હતા. વિધ વિધક્ષેત્રના અગ્રણીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મહોત્સવના આયોજનને બિરદાવ્યું હતું. જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલધારાસભ્ય રમેશ મિસ્ત્રીદુષ્યંત પટેલ,ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાનીરલ પટેલરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બળદેવવિજય અગ્રવાલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બહેનોના વિભાગમાં જાણીતા શિક્ષણવિદ અને જામનગરના રાણીબા એકતાબેન સોઢા તથા અન્ય મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.હરિપ્રબોધમ ફાઉન્ડેશનના પ્રમુખ વિઠ્ઠલદાસ પટેલ સાથે સત્સંગના અલગ અલગ પ્રદેશોમાંના પ્રમુખોમાં  અમેરિકાના લલિત પટેલકેનેડાના જનક પટેલયુકેના જતીન શાહજર્મનીના મેન્ફ્રેન્ડ ગુથેઇન્સ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

જયારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિડીયો સંદેશ દ્વારા મહોત્સવને બિરદાવ્યો હતો.

મહોત્સવના ઉપક્રમે સત્સંગના ૧૨ જેટલા પ્રાદેશિક કેન્દ્રો પર અલગ અલગ તારીખોએ થેલેસેમિયા પીડિત બાળકોની સેવાર્થે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત કુલ 5000 જેટલા યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું.

Advertisment

 

Latest Stories