New Update
હવામાન વિભાગનું વરસાદનું ઓરેન્જ એલર્ટ
ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદ
વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો
રસ્તાઓ થયા પાણી પાણી
હજુ 2 દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર ભરૂચમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેરમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું અને બપોરના સમયે કાળા ડીબાગ વાદળોની ફૌજ સાથે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ભરૂચના શક્તિનાથ, પાંચબત્તી, સ્ટેશન રોડ, કલેકટર કચેરી, લિંકરોડ અને કોલેજ રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.હાલમાં રાજ્ય પર વરસાદની બે સિસ્ટમ સક્રિય થઈ છે જેના પગલે અવિરત વરસાદ વરસી રહ્યો છે
Latest Stories