અંકલેશ્વર: ગાજવીજ સાથે ભારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક, ગરબા આયોજકોમાં ચિંતા

ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી પડતા માર્ગો અને નિચાણવાળા વિસ્તારોમાં જોત જોતામાં પાણી ભરાયા હતા.એકાએક ભારે વરસાદ વરસી પડતા ગરબા આયોજન સ્થળે પણ દોડધામ મચી ગઇ

New Update
rain
આસોના નવલા નોરતાને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે ભાદરવો ભરપૂર બનતા ખેલૈયા અને ગરબા આયોજકોના ઉમંગમાં વરસાદે ખલેલ પાડી છે. શુક્રવારે સવાર સુધી આકરા તાપ બાદ અંકલેશ્વરમાં એકાએક વાદળોની ફોજ ઉતરી આવી હતી.વીજળીના કડાકા, ભડાકા સાથે બપોર જાણે મોડી સાંજ બની ગઈ હોય તેવો માહોલ ઘનઘોર કાળા ડિબાંગ વાદળોએ સર્જી દીધો હતો.
ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી પડતા માર્ગો અને નિચાણવાળા વિસ્તારોમાં જોત જોતામાં પાણી ભરાયા હતા.એકાએક ભારે વરસાદ વરસી પડતા ગરબા આયોજન સ્થળે પણ દોડધામ મચી ગઇ હતી. તો ગરબા રસિકોમાં પણ વરસાદને લઈ કચવાટ જોવા મળ્યો હતો.
Latest Stories