ભરૂચ: સંભવિત પુરની પરિસ્થિતિના પગલે આવતીકાલે તમામ શાળા-કોલેજમાં રજા જાહેર !

સંભવિત પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રએ આવતીકાલે, 6 સપ્ટેમ્બર 2025ના રોજ, જિલ્લાભરની તમામ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી

New Update
Holiday Declare
ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. નદી-નાળા છલકાઈ રહ્યા છે તેમજ નર્મદા નદીનું પાણી વધી રહ્યું હોવાથી સંભવિત પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રએ આવતીકાલે, 6 સપ્ટેમ્બર 2025ના રોજ, જિલ્લાભરની તમામ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને કોલેજોને રજા જાહેર કરી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 કલાક દરમિયાન ભારે થી અતિભારે વરસાદ વરસી શકે છે. નદીકાંઠે વસવાટ કરતા લોકોને સાવચેતી રાખવા અને જરૂરીયાત હોય તો સલામત સ્થળે ખસવા જિલ્લા પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે.
Latest Stories