/connect-gujarat/media/member_avatars/2025/04/19/2025-04-19t062118449z-aaaa.jpg )
New Update
ભરૂચ નગર સેવા સદનનો નવતર અભિગમ
શહેરમાં સ્વરછતા જાળવવા પ્રયાસ
જાહેરમાં કચરો ફેંકનાર સામે થશે કાર્યવાહી
દંડની વસુલાત શરૂ કરવામાં આવી
ભરૂચ શહેરમાં તમે જાહેર માર્ગો પર કચરો ફેંકતા નજરે પડ્યા તો હવે તમારી ખેર નથી નગરપાલિકાની ટીમ દ્વારા તમારો વિડીયો બનાવી જાહેર પણ કરાય શકે છે તો સાથે જ તમારી પાસેથી દંડની પણ વસૂલાત કરવામાં આવશે.
ત્યારે શહેરને ગંદુ કરનારાઓને શોધી કાઢવા માટે પાલિકાએ અભિયાન હાથ ધરી ત્રણ દિવસમાં જ રૂ.20 હજાર દંડની વસૂલાત કરી છે. તાજેજતરમાં જાહેર થયેલ સ્વરછતા સર્વેક્ષણના પરિણામોમાં ભરુચે પછડાટ ખાધા બાદ હવે નગરપાલિકા તંત્ર એક્સન મોડમાં નજરે પડી રહ્યું છે. ભરૂચ શહેરને નગરપાલિકાના દ્વારા સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ઘરે ઘરે ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાની કામગીરી સાથે સાફ સફાઈના અનેક પ્રયાસો કરાઈ રહ્યા છે તેમ છતા અમુક નાગરિકો દ્વારા જાહેરમાં જ કચરો નાખવામાં ત્યારે હવે પાલિકાએ એકશનમાં આવી આવા લોકોને પકડી દંડનીય કાર્યવાહી કરાઈ રહી છે.
શહેરના આવા કેટલાક સ્પોટ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી તમામ અગિયાર વૉર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટરને તે માટે જવાબદારી સોંપવામાં આવી છે.જેઓ સ્થળ પર પ્રથમ આવા લોકોને ચેતવણી આપતા હોય છે તેમ છતાં કોઈ સુધારો ના થાય તો પછી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. સાથે જ જાહેર માર્ગ પર કચરો ફેંકનાર લોકોના વિડીયો પણ કર્મચારીઓ દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. આ અંગે ભરુચ પાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરને સ્વચ્છ રાખવાના આ પ્રયાસમાં છેલ્લા 3 દિવસમાં રૂ.20 હજારનો દંડ વસુલાયો છે.
Related Articles
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/07/24/bns-2025-07-24-22-27-21.jpg)
LIVE