ભરૂચ અંકલેશ્વરમાં ભક્તોના દુઃખડા હરતા દશામાંની મૂર્તિઓનું પાવન સલીલા માં નર્મદામાં વિસર્જન

પ્રશાસન દ્વારા વિસર્જન સ્થળે પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થાઓ ગોઠવી ભક્તજનોને સુવિધા મળી રહે તે માટે તકેદારી રાખવામાં આવી હતી.

New Update
  • ભક્તોના દુઃખડા હરતા માં દશામાં

  • દશામાંના વ્રતની પુર્ણાહુતી

  • નર્મદા નદીમાં દશામાંની મૂર્તિઓનું વિસર્જન

  • ભક્તિસભર માહોલ જોવા મળ્યો

  • કિનારાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ભક્તોના દુખડા હરતા માં દશામાના વ્રતની પૂર્ણાહુતિ થતા ભરૂચ અને અંકલેશ્વરમાં પાવન સલીલા માં નર્મદામાં દશામાંની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ સમયે ભક્તિસભર માહોલ જોવા મળ્યો હતો.
દશામાના વ્રતની પૂર્ણાહુતિ નિમિતે ભરૂચ જિલ્લામાં શ્રદ્ધાળુઓમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. અનેક ગામોમાં ભક્તોએ પરંપરાગત વિધીપૂર્વક પૂજા-અર્ચના કરી શોભાયાત્રા સાથે દશામાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું.
શ્રદ્ધાળુઓ દ્વારા ઝાડેશ્વર ખાતે નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઘાટ, મક્કમપુર નજીકના ઘાટ તેમજ અંકલેશ્વર વિસ્તારમાં બોરભાઠા બેટ નજીક આવેલા નર્મદા ઘાટ પર દશામાની મૂર્તિ વિસર્જિત કરવામાં આવી હતી.
વિસર્જન યાત્રા દરમિયાન દશામા જીકી જયના જયઘોષો સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. નર્મદાના પાવન જળમાં વિસર્જન સમયે ભક્તોએ ફૂલો, ધૂપ અને દીપકોથી આરતી ઉતારી પરમ ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો.
પ્રશાસન દ્વારા વિસર્જન સ્થળે પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થાઓ ગોઠવી ભક્તજનોને સુવિધા મળી રહે તે માટે તકેદારી રાખવામાં આવી હતી.
Latest Stories