New Update
/connect-gujarat/media/media_files/2025/12/01/sub-jail-bharuch-2025-12-01-11-40-56.jpg)
ભરૂચ સબ જેલમાં હવલદાર ગોમાન વસાવા પર કાચા કામના કેદી વિશાલ યાદવે હુમલો કર્યો હોવાની વિગતો બહાર આવી છે. જેલની અંદર દવા સંબંધિત મુદ્દે કેદી વિશાલ યાદવ અને જેલ સ્ટાફ વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યાર બાદ વિશાલ યાદવને યાર્ડમાં મોકલવાની પ્રક્રિયા દરમિયાન તેણે અચાનક હવલદાર ઉપર હુમલો કર્યો હતો.
આ ઘટના અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસે ફરજમાં રૂકાવટ તથા હુમલાના ગુનાની નોંધ કરી છે અને આગળની તપાસ શરૂ કરી છે. જેલમાં સુરક્ષા વ્યવસ્થાના મુદ્દે ફરી એકવાર પ્રશ્નો ઉભા થાય એવી આ ઘટનાએ જિલ્લા પોલીસ અને જેલ વિભાગને સતર્ક કરી દીધા છે.
Latest Stories