ભરૂચ: નેત્રંગના ખરેઠા ગામે વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટના કારણે ખેતરમાં રહેલ ઘાસચારો બળીને ખાક, ખેડૂતે કરી સહાયની માંગ

ખરેઠા ગામમાં રહેતા વેચાત વસાવાના ખેતરમાં આગ લાગવાની ઘટના બની હતી. ખેડુતના જણાવ્યા મુજબ ખેડૂતે આર્થીક સહાય માટે પોસ્ટના માધ્યમથી તંત્રને લેખિતમાં અરજી કરી

New Update
electricity transformer
ભરૂચના નેત્રંગ તાલુકામાં આવેલા ખરેઠા ગામમાં રહેતા વેચાત વસાવાના ખેતરમાં આગ લાગવાની ઘટના બની હતી. ખેડુતના જણાવ્યા મુજબ ખેડૂતે આર્થીક સહાય માટે પોસ્ટના માધ્યમથી તંત્રને લેખિતમાં અરજી કરી છે. વધુમાં જણાવ્યું હતુંકે ગત 8 ડિસેમ્બરના રોજ બોપરે 12 વાગ્યાના આસપાસના અરસામાં ખેતરના છેડા ઉપર વીજકંપની દ્વારા મૂકેલા વીજ ટ્રાસફરમા અચાનક શોર્ટ સર્કિટ થયુ હતું જેના કારણે ખેતરમાં રાખેલ પસુ માટેનો આશરે 700 પૂડિયા જેટલો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો.
આથી નુકશાનીનો સર્વે કરીને તંત્ર સહાય પૂરી પાડે તે માટે ખરેઠા ગ્રામ પંચાયત, નેત્રંગતાલુકા મામલતદાર, નેત્રંગવીજ વિભાગ સહિતના અધિકારીને પોસ્ટના માધ્યમથી લેખિત રજૂઆત કરી અરજી કરી છે.
Latest Stories