ભરૂચ: જંબુસરના સામોજ ગામે પતિએ કરી પત્નીની હત્યા, જાતે ઝેરી દવા પી આપઘાતનો કર્યો પ્રયાસ

માથાના ભાગે ગંભીર ઈજા થતાં પત્નીનું સ્થળ પર જ મોત થયું હતું.પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પોતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ....

New Update
samoj village
  • ભરૂચના જંબુસરના સામોજ ગામનો બનાવ

  • પતિએ કરી પત્નીની હત્યા

  • જાતે ઝેરી દવા પી આપઘાતનો કર્યો પ્રયાસ

  • ગંભીર હાલતમાં વડોદરા ખસેડાયો

  • વેડચ પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના જંબુસર તાલુકાના સામોજ ગામે પતિએ પત્નીની હત્યા કર્યા બાદ જાતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ભરૂચના જંબુસર તાલુકાના સામોજ ગામમાં ચોંકવનારી ઘટના સામે આવી છે. પતિ બુધેસંગભાઈ પઢિયારે પત્ની ગીતાબેનની હત્યા કરી હોવાની માહિતી મળી છે. માથાના ભાગે ગંભીર ઈજા થતાં પત્નીનું સ્થળ પર જ મોત થયું હતું.પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પોતે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી, જેના કારણે તેની સ્થિતિ ગંભીર બની છે. 
પ્રથમ સારવાર માટે તેને જંબુસર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો છે.ઘટનાની જાણ થતાં જ વેડચ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. હત્યાનું ચોક્કસ કારણ હાલમાં અકબંધ છે જો કે પારિવારિક કંકાસમાં આ બનાવ બન્યો હોવાની આશંકા સેવાય રહી છે.
Latest Stories