New Update
સામોરમાં મુખ્ય પ્રવેશદ્વારને લઈને માથાકૂટ
બે જૂથ વચ્ચે મામલો ગરમાયો
ગામના રહીશ દ્વારા કાંટાની વાડ કરીને રસ્તો કરાયો બંધ
રસ્તો બંધ કરતા બે જૂથ વચ્ચે મામલો બિચક્યો
મામલતદાર અને પોલીસે મામલો થાળે પાડ્યો
અંકલેશ્વર તાલુકાના સામોર ગામ ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગને લઇ વિવાદ ઉભો થયો હતો.અને બે જૂથ સામસામે આવી જતા મામલો બિચક્યો હતો,જોકે પોલીસ અને મામલતદાર દ્વારા મધ્યસ્થી બનીને હાલ પૂરતો મામલો થાળે પાડ્યો હતો.
અંકલેશ્વર તાલુકાના સામોર ગામમાં પ્રવેશવા માટે મુખ્ય ત્રણ માર્ગ આવેલા છે,જેમાં મુખ્ય પ્રવેશદ્વાર એવા રસ્તાને ગામના જ રહેવાસી જીગ્નેશકુમાર પ્રાણશંકર ભટ્ટ ના ઓ દ્વારા રસ્તો કાંટાની વાડ કરી બંધ કરી દેવામાં આવ્યો હતો.જે અંગે મુખ્ય માર્ગ ચાલુ કરવા માટે સરકારી કચેરીઓમાં માજી સરપંચ રાજેશ મોદી દ્વારા અરજી આપવામાં આવી હતી. જે સંદર્ભે ગામના જ બંને પક્ષો સામસામે આવી ગયા હતા.અને અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત અને શહેર B ડિવિઝન પોલીસ દ્વારા પણ આ અંગે સ્થળ તપાસ કરવામાં આવી હતી,અને ગામમાં પ્રવેશદ્વારનો મુદ્દો બે જૂથ વચ્ચે કોઈ મોટું સ્વરૂપ ધારણ કરે તે અગાઉ મામલો થાળે પાડવામાં આવ્યો હતો.
Latest Stories