New Update
/connect-gujarat/media/media_files/2025/07/24/chori-2025-07-24-15-17-21.jpg)
ભરૂચ વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર કોંઢ ગામના જોગણ માતાજીના મંદિર પાસે ચાના ગલ્લાને તસ્કરોએ નિશાન બનાવી સામાન અને સિલિન્ડર મળી અંદાજીત 7 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.
ભરૂચ વાલિયા તાલુકાના કોંઢ ગામમાં રહેતા મનીષાબેન વસાવા વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર કોંઢ ગામના જોગણ માતાજીના મંદિર પાસે ચાના ગલ્લો ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.જેઓના ગલ્લાને ગત તારીખ-22મી જુલાઈના રોજ તસ્કરોએ નિશાન બનાવ્યો હતો.
તસ્કરોએ દુકાનના નકુચા તોડી અંદર મુકેલ સામાન અને ગેસનો સિલિન્ડર મળી અંદાજીત 7 હજારથી વધુનો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતાં.ચોરી અંગે દુકાનદાર મહિલાએ વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.અને પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવે તેવી માંગ કરી છે.
Latest Stories