ભરૂચ : ઉત્તરપ્રદેશના મહંત દ્વારા ઇસ્લામ ધર્મના પયગંબર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી મામલે મુસ્લિમ સમાજમાં રોષ...

ઉત્તરપ્રદેશના મહંત યતિ નરસિંહાનંદ દ્વારા ઇસ્લામ ધર્મના મહાન પયગંબર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી બાદ મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો છે,

New Update

ઉત્તરપ્રદેશના મહંત દ્વારા ઇસ્લામ ધર્મ વિરુદ્ધ ટિપ્પણી

મહાન પયગંબર વિરુદ્ધ થયેલી અભદ્ર ટિપ્પણીનો મામલો

સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો

કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાય

આગેવાનોએ મહંત વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી

ઉત્તરપ્રદેશના મહંત યતિ નરસિંહાનંદ દ્વારા ઇસ્લામ ધર્મના મહાન પયગંબર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી બાદ મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો છેત્યારે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.

ઉત્તરપ્રદેશના મહંત યતિ નરસિંહાનંદ દ્વારા ઇસ્લામ ધર્મના મહાન પયગંબર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી તથા વાણી વિલાસ કરવામાં આવતા મહંત વિરુદ્ધ ગુન્હો દાખલ કરી જેલના સળીયા પાછળ ધકેલવાની માંગ સાથે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. આવેદન પત્રમાં જણાવાયું છે કેસોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ કરી મુસ્લીમ સમાજની લાગણીને ઠેસ પહોંચાડવાનું કામ ઉત્તરપ્રદેશના મહંત યતિ નરસિંહાનંદ દ્વારા ઇસ્લામ ધર્મના મહાન પયગંબર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરીને કરવામાં આવ્યું છે. આ મહંત દ્વારા વારંવાર મુસ્લીમ સમાજની ધાર્મીક લાગણીઓ દુભાઈ તેવા નિવોદનો વખતો વખત કરવામાં આવતા હોય છેજેનાથી દેશની એકતા અને ભાઇચારાને ઠેસ પહોંચે છેત્યારે મહંત વિરુદ્ધ ગુન્હો દાખલ કરી સખતમાં સખત સજા કરવામાં આવે તેવી ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા માંગ ઉઠી છે.

#Bharuch #Gujarat #CGNews #Statement #Mahant #Bahruch Muslim Samaj
Here are a few more articles:
Read the Next Article