ભરૂચ: ઈનરવ્હીલ ક્લબ દ્વારા સાયબર ક્રાઇમ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

ઈનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા વીસીટી એજ્યુકેશન સ્કૂલ ખાતે  સાયબર ક્રાઇમ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ઈનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા વીસીટી એજ્યુકેશન સ્કૂલ ખાતે  સાયબર ક્રાઇમ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

ઈનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા  VCT એજ્યુકેશન સ્કૂલ ખાતે ધોરણ 8, 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમના વક્તા અને ભરૂચ પોલીસબ સાયબર સેલના મલકેશ ગોહિલ દ્વારા સાયબર ક્રાઇમ સંબંધિત વિવિધ માહિતી આપવામાં આવી. તેમની ટીમ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી હતી.મલકેશ ગોહિલે  વિદ્યાર્થીઓને  ડિજિટલ દુનિયામાં પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવું તે અંગેનું માર્ગદર્શન આપ્યુ હતું. સદર કાર્યક્રમમાં VCT એજ્યુકેશન સ્કૂલના મેનેજમેન્ટ CEO નુશરત જહાન, ઇનરવહીલ ક્લબના સભ્યો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
#Bharuch #CGNews #Bharuch Police #program #Innerwheel Club #Cyber security
Here are a few more articles:
Read the Next Article