-
શહેરભરમાં દિન પ્રતિદિન વકરી રહેલી ટ્રાફિકની સમસ્યા
-
નેશનલ હાઇવે સહિત શહેરમાં ટ્રાફિકજામનો અજગરી ભરડો
-
ટ્રાફિકજામ થતાં અનેક લોકો થઈ રહ્યા છે હેરાન પરેશાન
-
ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે માંગ કરાય
-
જય ભારત ઓટોરીક્ષા એસો. દ્વારા તંત્રને આવેદન પાઠવાયું
ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા જય ભારત ઓટોરીક્ષા એસોસિએશનના સભ્યોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો ભરૂચ સુધીનો પોર્શન શરૂ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે વાહન ચાલકો ભરૂચ શહેરમાંથી પસાર થઈ દહેગામ નજીકથી એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરે છે. એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતાં તમામ વાહનો ભરૂચ શહેરમાંથી પસાર થાય છે.
જેના કારણે ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, તો બીજી તરફ, શહેરભરના મુખ્ય માર્ગો પર આડેધડ પાર્ક કરવામાં આવતા વાહનોના કારણે પણ ટ્રાફિકની સમસ્યા સર્જાઇ રહી છે. જેનું ત્વરિત નિરાકરણ લાવી શહેરને ટ્રાફિકના સમસ્યાથી મુક્તિ અપાવમાં આવે તેવી માંગ સાથે જય ભારત ઓટોરીક્ષા એસોસિએશનના સભ્યોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.