New Update
ભરૂચ શહેર અને જિલ્લામાં વીતેલા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.સૌથી વધુ 2 ઇંચ વરસાદ જંબુસરમાં નોંધાયો હતો
ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ત્યારે ગતરોજ સમગ્ર દિવસ દરમિયાન જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. આજે પણ રવિવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વરસાદી ઝાપટા વર્ષે રહ્યા છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.ભરૂચ જિલ્લામાં વરસાદના તાલુકા વાળ આંકડા પર નજર કરીએ તો ભરૂચ,જંબુસર 2 ઇંચ,આમોદ 14 મી.મી.,વાગરા 1 ઇંચ,ભરૂચ 10 મી.મી.,ઝઘડિયા 12 મી.મી.,અંકલેશ્વર 10 મી.મી.,હાંસોટ 6 મી.મી.,વાલિયા 1 ઇંચ અને નેત્રંગ 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Latest Stories