અંકલેશ્વરની એસવીએમ ગુજરાતી માધ્યમ શાળામાં જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસવીએમ શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તેમજ સુપરવાઇઝર મીતાબેન રીંડાણીના માર્ગદર્શન હેઠળ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

New Update

અંકલેશ્વર એસવીએમ શાળામાં જન્માષ્ટમી પર્વની ઉજવણી 

નર્સરીથી ધો.7 સુધીના બાળકોએ ઉજવણીમાં લીધો ભાગ 

નર્સરી શિશુના વિદ્યાર્થીઓએ જન્માષ્ટમીનું ગીત કર્યું રજૂ 

કંસના વધની નૃત્ય નાટિકા રજુ કરતા ધો.7ના વિદ્યાર્થી 

સાંસ્કૃતિક કાર્યક્રમ થકી શાળાના બાળકોએ સૌને કર્યા મંત્રમુગ્ધ 

અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત જલારામ નગર સ્થિત એસવીએમ ગુજરાતી માધ્યમ શાળામાં નર્સરી થી ધોરણ આઠ સુધીના જન્માષ્ટમીના પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. 
અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત જલારામ નગર સ્થિતિની એસવીએમ ગુજરાતી માધ્યમ શાળામાં કૃષ્ણના જન્મોત્સવ ઉજવણી પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શાળાના નિવૃત્ત શિક્ષક વિરલ શાહ તેમજ તેમના ધર્મપત્ની ગીરાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તેમજ સુપરવાઇઝર મીતાબેન રીંડાણીના માર્ગદર્શન હેઠળ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે નર્સરી શિશુના વિદ્યાર્થીઓએ સુંદર ગીત રજૂ કર્યું હતું. જ્યારે ધોરણ સાતના વિદ્યાર્થીઓએ કૃષ્ણ જન્મોત્સવ થી લઈ કંસના વધ સુધીનો નૃત્ય નાટિકા રજૂ કરી હતી, ધોરણ ચારના વિદ્યાર્થીઓ રાસ તેમજ ધોરણ સાતના વિદ્યાર્થીઓએ સુંદર રાસલીલા અને ત્યારબાદ મટકી ફોડની કૃતિ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. 
#Bharuch Janmashtami Celebration #Janmashtami Mahotsav #Janmashtami #Janmashtami festival #જન્માષ્ટમી #SVM School #Ankleshwar SVM School #એસવીએમ સ્કૂલ #Janmashtami Gujarat
Here are a few more articles:
Read the Next Article