ઝઘડિયા : અવિધાના આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સંચાલિત હોસ્પિટલમાં ડિજિટલ એક્સ-રે મશીનની સુવિધાનો પ્રારંભ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામ ખાતે આજથી 60 વર્ષ પહેલા આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,

New Update
  • ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલની સુવિધામાં વધારો

  • આરોગ્ય વર્ધક મંડળ અવિધા દ્વારા કાર્યરત છે હોસ્પિટલ

  • 60 વર્ષ પહેલા હોસ્પિટલનો થયો હતો પ્રારંભ

  • અદ્યતન એક્સ-રે મશીનની સુવિધાનો થયો પ્રારંભ

  • અંકલેશ્વર AIA પ્રમુખના હસ્તે એક્સ-રેનો કરાયો પ્રારંભ  

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ખાતે સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલ ખાતે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડિયાના હસ્તે ડિજિટલ એક્સ-રે મશીનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામ ખાતે આજથી 60 વર્ષ પહેલા આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતોહાલના સમયમાં અકસ્માતોથી લઈ અન્ય બીમારીમાં પણ વધારો થતાં આરોગ્ય વર્ધક મંડળ દ્વારા તેમની હોસ્પિટલમાં વિવિધ અદ્યતન સુવિધાઓ સમયાંતરે ઉભી કરવામાં આવી રહી છેઆજરોજ આ હોસ્પિટલમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડીયાના હસ્તે ડિજિટલ એક્સ-રે મશીનની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ સાથે  સંસ્થાના સ્થાપક અને સેવાભાવી મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

સંસ્થાના 98 વર્ષીય કાંતિ લલ્લુભાઈ પટેલ પણ વડોદરાથી અવિધા આવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા,સંસ્થાના પ્રમુખ કિરીટ બી પટેલ દ્વારા સંસ્થાના 60 વર્ષના ઉતાર ચઢાવથી ઉપસ્થિત સૌને વાકેફ કર્યા હતા,અને તેમના દ્વારા લક્ષમાં લેવાયેલ મહિલાઓયુવાનો માટેની‌‌ વિવિધ યોજનાઓ આવનારા સમયમાં અવિધા ગામ ખાતે ઉભી કરવામાં સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી.

Latest Stories