ઝઘડિયા: સારસા નજીક ટ્રેક્ટર-બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માત, યુવકનું મોત

સારસા ગામના બસ સ્ટેન્ડ નજીક ટ્રેકટર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક  સવાર બે યુવકો પૈકી એક ૨૫ વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું હતું

New Update

ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના સારસા ગામે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં યુવકનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામના બસ સ્ટેન્ડ નજીક ટ્રેકટર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક  સવાર બે યુવકો પૈકી એક ૨૫ વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય યુવકને ઇજા થઇ હતી. આ અંગે રાજપારડી પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર આજરોજ સવારના સાડા આઠ વાગ્યાના અરસામાં નાંદોદ તાલુકાના ટિંબી ગામના રહેવાસી હેમંત દિપકભાઇ વસાવા તેમજ ઝગડિયા તાલુકાના જૂના અમોદના સાગર નટવરભાઇ વસાવા બાઇક  લઇને ઉમલ્લાથી રાજપારડી તરફ જઇ રહ્યા હતાતે દરમિયાન સારસા ગામ નજીક આવતા રોડના ડિવાઇડરના કટ પાસે એક ટ્રેકટર સાથે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર બે યુવકો પૈકી હેમંત દિપકભાઇ વસાવાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું જ્યારે બાઇક સવાર અન્ય યુવક સાગર નટવરભાઇ વસાવાને બન્ને પગે ઇજા થઇ હતી. આ ઘટના અંગે સાગર નટવરભાઇ વસાવાએ રાજપારડી પોલીસમાં અકસ્માતનો ગુનો નોંધાવતા પોલીસે ટ્રેક્ટર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

Latest Stories