New Update
અંકલેશ્વરના ભાદી ગામ ખાતે આયોજન
ક્રિકેટ ગ્રાઉન્ડ પર આયોજન કરાયું
કાપડિયા પ્રીમિયર લીગ ટુર્નામેન્ટનું આયોજન
ગામની 3 ટીમોએ લીધો ભાગ
અંકલેશ્વર તાલુકાના ભાદી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કાપડીયા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના કાપોદ્રા ગામ દ્વારા ભાદી ગામ સ્થિત સ્પોર્ટ્સ એકેડમી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કાપડિયા પ્રીમિયર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં ગામની ત્રણ ટીમોએ ભાગ લીધો છે.
ગામના યુવાનો આવી ટુર્નામેન્ટ થકી જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ આગળ આવે તેવી ભાવના સાથે કાપોદ્રા ગામના અગ્રણીઓ દ્વારા આ પ્રીમિયર ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન હાથ ધર્યું છે. આ તબક્કે ભરૂચ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના ઇસ્માઇલ મતાદાર, ગામના મહમદઅલી સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories