ભરૂચ: લ્યો બોલો હવે આમોદમાં મોબાઈલ ટોર્ચના સહારે તળાવના બ્યુટીફીકેશનની કામગીરી

કોંગ્રેસ અને સ્થાનિક આગેવાનોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો અને રાત્રિના અંધકારમાં મોબાઈલ ટોર્ચના સહારે થતી કામગીરીની કેટલી ગુણવત્તા તેવો પ્રશ્નાર્થ કર્યો

New Update
Advertisment

ભરૂચમાં તંત્રની બેદરકારીનો વધુ એક કિસ્સો

Advertisment

આમોદમાં મોબાઈલ ટોર્ચના સહારે તળાવની કામગીરી

રૂ.6 કરોડના ખર્ચે તળાવના બ્યુટીફિકેશનની કામગીરી

સ્થાનિકો અને કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ

અંકલેશ્વરમાં વરસાદમાં રોડની કરાય હતી કામગીરી

Advertisment
ભરૂચ: લ્યો બોલો હવે આમોદમાં મોબાઈલ ટોર્ચના સહારે તળાવના બ્યુટીફીકેશનની કામગીરી !

ભરૂચ: લ્યો બોલો હવે આમોદમાં મોબાઈલ ટોર્ચના સહારે તળાવના બ્યુટીફીકેશનની કામગીરી !

Posted by Connect Gujarat on Wednesday, October 23, 2024
ભરૂચના આમોદમાં મોબાઈલ ટોર્ચના સહારે તળાવના બ્યુટીફિકેશનની કામગીરી ચાલતા સરકારી તંત્રની વધુ એક બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે જેની સામે સ્થાનિકો અને કોંગ્રેસે વિરોધ નોંધાયો છે

ભરૂચમાં સરકારી તંત્રના છબરડાનો વધુ એક મામલો સામે આવ્યો છે. અંકલેશ્વરમાં ચાલુ વરસાદે ડામર રોડ બનાવવાના વિવાદ બાદ આમોદમાં મોબાઈલ ટોર્ચના અજવાળે આરસીસી વર્ક થતું જોવા મળ્યું હતું.આમોદમાં તળાવના બ્યુટીફિકેશનની કામગીરી મોબાઇલની ટોર્ચના અજવાળે થતી જોવા મળી હતી.

 રૂપિયા 7 કરોડની ગ્રાન્ટની કામગીરીનું આ સ્તર સામે આવ્યું હતું ત્યારે કોંગ્રેસ અને સ્થાનિક આગેવાનોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો અને રાત્રિના અંધકારમાં મોબાઈલ ટોર્ચના સહારે થતી કામગીરીની કેટલી ગુણવત્તા તેવો પ્રશ્નાર્થ કર્યો હતો. સાથે જ શાસકો પર ભ્રષ્ટાચારના પણ આક્ષેપ લગાવ્યા હતા ત્યારે ભરૂચ જિલ્લામાં એક પછી એક સરકારી તંત્રની બેદરકારીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે..

Latest Stories