/connect-gujarat/media/media_files/2025/02/25/O4HTa8wCOnMmKhcY4zhM.jpg)
લખતર તાલુકા યુવા કોંગ્રેસ સમિતિની આગેવાની હેઠળ આજરોજ લખતર ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ઓગસ્ટ ૨૦૨૪ મા થયેલ ભારે વરસાદના કારણે થયેલ પાક નુકશાનની સહાય આપવા બાબત મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઇ ઢોલ નગારા સાથે લખતર મામલતદાર કચેરી ખાતે પહોચી લખતર મામલતદાર આર.આર.પટેલને આવેદનપત્ર પાઠવવામા આવ્યુ હતુ.જે આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગત ઓગસ્ટ સપ્ટેમ્બર ૨૦૨૪માં થયેલ ભારે વરસાદને કારણે ખેડુતોના ખેતરોમાં ઉભા પાકને ખુબ નુકશાન થયું હતુ અને સરકાર દ્વારા એસડીઆરએફની યોજના અંતર્ગત તેઓના વિસ્તારને અસરગ્રસ્ત વિસ્તારમાં આવરી લેવામાં આવ્યો હતો.અને તમામ ખેડુતો દ્વારા સરકારશ્રીના પાક નુકશાનની સહાય મેળવવા માટેના પરિપત્રની સમય મર્યાદામાં અરજી પણ કરેલ હતી.
જેમા માત્ર જુજ ખેડૂતોને જ પાક નુકશાનની સહાય મળી છે. જે અંગે ગામના ગ્રામસેવકને જાણ કરતા તેમના દ્વારા બીજા રાઉન્ડમાં બાકીના બધા ખેડુતોને સહાય મળી જશે એવું આશ્વાસન આપવામાં આવ્યું છે ત્યારે આ વાતને ચાર મહિના જેટલો સમય વીતવા છતાં પણ બાકી રહેલ ખેડૂતોને આજદિન સુધી પાક નુકસાનીની સહાય મળેલ નથી.જેથી વહેલામા વહેલી તકે બાકી રહેલ ખેડૂતોને પાક નુકસાનીની સહાય મળી રહે તેવી આવેદન પાઠવી માંગ કરવામાં આવી હતી.જેમા સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રી શકિતસિંહ રાણા,લખતર તાલુકા યુવા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શીશુપાલસિંહ રાણા સહીત ખુબ મોટી સંખ્યામાં તાલુકાના આગેવાનો, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે આવેદનપત્ર દરમિયાન લખતર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.