ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીનીઓએ ફાઇનલ પરીક્ષામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા Summer 24 ના વર્ષમાં લેવાયેલ ફાર્મસીની ફાઇનલ પરીક્ષામાં ભરૂચના ઝાડેશ્વર  વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની ચોથા સેમેસ્ટરની વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ટ સફળતા પ્રાપ્ત કરી હતી.

New Update
dev clg

જેમાં ભરવાડ અદિતિએ SPI 9.69 સાથે છઠ્ઠા ક્રમાંકે  અને પટેલ રિઝવાનાએ SPI 9.62 સાથે આઠમા ક્રમાંકે તેમજ બીજા સેમેસ્ટરની વિદ્યાર્થીની કૌર સુખદીપે SPI 10 સાથે પહેલો ક્રમાંક પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીનીઓની ઉત્કૃષ્ટ સફળતા બદલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ભરૂચના સમસ્ત ટ્રસ્ટી ગણપ્રિન્સીપાલ અને સ્ટાફગણ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Latest Stories