અંકલેશ્વરના ખરોડ ગામમાં દીપડાના આતંકનો અંત, દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ

વન વિભાગે મારણ સાથે ગામની સીમમાં પાંજરા ગોઠવ્યા હતા.જે પાંજરામાં મારણનું શિકાર કરવા આવેલ દીપડો પાંજરે પૂરાયો હતો.વન વિભાગ દ્વારા આ દીપડાને પકડી સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી

New Update
Kharod Village
અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામમા બે દિવસથી આંટા ફેરા કરતો દીપડો વન વિભાગે મુકેલ પાંજરામાં પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચના ઝઘડિયા વાલિયા અને નેત્રંગ સહિતના ટ્રાઇબલ વિસ્તારોમાં વન્યજીવોની હાજરી નોંધાયા બાદ હવે અંકલેશ્વરના શહેરી વિસ્તાર નજીક પણ વન્યજીવો આવી ચઢતા હોય છે ત્યારે અંકલેશ્વર નજીકના ખરોડ ગામે દીપડો નજરે પડતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.
આ અંગેની જાણ વન વિભાગમાં કરવામાં આવી હતી.વન વિભાગે મારણ સાથે ગામની સીમમાં પાંજરા ગોઠવ્યા હતા.જે પાંજરામાં મારણનું શિકાર કરવા આવેલ દીપડો આજરોજ સવારે પાંજરે પૂરાયો હતો.વન વિભાગ દ્વારા આ દીપડાને પકડી સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે. કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લિધો હતો.
Read the Next Article

ભરૂચ: ઝઘડિયાના શિયાલી નજીક ટ્રકની ટકકરે બાઈક સવારનું મોત, રાજકીય કિન્નાખોરીમાં ટ્રક ચઢાવી દીધી હોવાના આક્ષેપ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના શિયાલી ગામ નજીક એક મોટરસાયકલ ચાલક પર ટ્રક ચડી જતા આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું,

New Update
accident
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના શિયાલી ગામ નજીક એક મોટરસાયકલ ચાલક પર ટ્રક ચડી જતા આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું,જોકે મૃતકની પત્નીએ તેના પતિ પર રાજકીય કિન્નાખોરીથી ઇરાદાપૂર્વક ટ્રક ચઢાવી દીધી હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ લખાવાતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

ઝઘડિયાના શિયાલી નજીક ટ્રકની ટકકરે બાઈક સવારનું મોત

મૃતકની પત્ની ઉજમબેન ભોગીલાલ વસાવાએ  ઝઘડિયા જીઆઇડીસી પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ ગતરોજ સવારના સાડા સાત વાગ્યાના અરસામાં તેઓ તેમના પતિ ભોગીલાલ પરભુભાઈ વસાવા સાથે તેમની મોટરસાયકલ પર બાડાબેડા જવાના ત્રણ રસ્તા પાસે આવેલ તેમના ખેતરે પશુઓ માટે ઘાસચારો લઈ પરત આવી રહ્યા હતા એ દરમ્યાન ટ્રક ચાલકે ઈરાદા પૂર્વક અકસ્માત સર્જી મોત નિપજાવ્યુ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.