ભરૂચ : ઝઘડિયાના ભાલોદ ગામે ખેતરમાં દીપડાએ વાછરડીનું મારણ કર્યુ, ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો...

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામના ભાગોળે આવેલ ખેતર વિસ્તારમાં દીપડાએ વાછરડીનું મારણ કર્યુ હતું. બનાવના પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો

New Update
Leopard

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે રહેતા ખેડૂત યુવરાજસિંહ બારોટનું ખેતર ભાલોદ ગામની ભાગોળ નજીક આવેલું છેજ્યાં તેઓ પોતાના પશુઓને પણ રાખે છે. તેવામાં ગત રાત્રીએ યુવરાજસિંહના પશુઓ પર દીપડાએ હુમલો કરી એક વાછરડીનું શિકાર કરી ફાડી ખાધી હતી.

ખેત મજૂરોએ સવારે ખેતર આવી જોયું તો વાછરડી અન્ય પશુઓ સાથે એની જગ્યાએ બાંધેલી ન હતી. વધુમાં આસપાસના વિસ્તારમાં તપાસ કરતા કેળના ખેતરમાં ફાડી ખાધેલી હાલતમાં વાછરડી મળી આવી હતીજ્યાં દીપડાના પંજાના નિશાન પણ જોવા મળ્યા હતા. આ વાતની જાણ ખેત માલિક યુવરાજસિંહ બારોટએ વન વિભાગને કરતા ઝઘડિયા વન વિભાગની ટીમ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવીઅને પંચનામુ કરી પાંજરુ મુકવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કેભાલોદ પંથકના દીપડાઓની વારંવાર હાજરી જણાતા ખેત મજૂરો તેમજ ખેડૂતોને પણ દીપડાનો ડર સતાવી રહ્યો છે. ભાલોદ વિસ્તારમાં જ્યાં પણ દીપડાની હાજરી જણાય ત્યાં પાંજરુ ગોઠવી દીપડાને પકડવામાં આવે તેવી ભાલોદ ગામના ડેપ્યુટી સરપંચ રમેશ માછી દ્વારા માંગ કરવામાં આવી છે.

Latest Stories