અંકલેશ્વર: હરિયાળું બનાવવા લાયન્સ ક્લબની પહેલ, નિઃશુલ્ક રોપાઓનું વિતરણ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી ખાતે લાયન્સ ક્લબ ઓફ વુમન અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા નિઃશુલ્ક રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી ખાતે લાયન્સ ક્લબ ઓફ વુમન અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા નિઃશુલ્ક રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરને હરિયાળું બનાવવા લાયન્સ ક્લબ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન અને લાયન્સ ક્લબ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા જીઆઇડીસીની ગોલ્ડન ચોકડી નજીક નિઃશુલ્ક રોપા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુંઆ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન પ્રમુખ મનીષા દુધાતલાયન્સ ઓફ  ઇન્ડસ્ટ્રીયલ એરિયા પ્રમુખ રાજેશ દુધાતસેક્રેટરી પ્રકાશ ચૌહાણપ્રોજેક્ટ ચેરમેન ઘનશ્યામ હિરપરા સહિત લાયન્સ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબના રિજિયન ચેરમેન શૈલેષ પટેલ કાર્યક્રમ વિશેષ ઉપસ્થિત રહીને વધુમાં વધુ વૃક્ષારોપણ કરીને ગ્રીન બેલ્ટ વિકસાવવા માટે પ્રજાજોગ અપીલ કરી હતીજ્યારે લાયન્સ ક્લબની કામગીરીને લોકોએ બિરદાવી પ્રશંસા કરી હતી.

 

Read the Next Article

ભરૂચ: ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ, હાંસોટમાં 5.52 ઇંચ તો અંકલેશ્વરમાં 3.32 ઇંચ વરસાદ ખાબક્યો

નૈઋત્યના ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ભરૂચના હાંસોટમાં સૌથી વધુ 5.52 ઇંચ વરસાદ ખાબક્યો હતો તો અંકલેશ્વરમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો....

New Update
  • ભરૂચ જિલ્લામાં નૈઋત્યનું ચોમાસુ બેઠું

  • જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો

  • તમામ 9 તાલુકામાં વરસાદ નોંધાયો

  • સૌથી વધુ હાંસોટમાં 5.52 ઇંચ વરસાદ

ભરૂચ શહેર અને જિલ્લામાં નૈઋત્યના ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ભરૂચના હાંસોટમાં સૌથી વધુ 5.52 ઇંચ વરસાદ ખાબક્યો હતો તો અંકલેશ્વરમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો

ભરૂચ શહેર અને જિલ્લામાં નૈઋત્યના ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.વિતેલા 24 કલાકમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.ભારે ઉકળાટ અને બફારા બાદ પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સમગ્ર દિવસ દરમિયાન વરસાદી ઝાપટા વરસ્યા હતા.જિલ્લામાં સૌથી વધુ હાંસોટ તાલુકામાં 5.52 ઇંચ વરસાદ ખાબકયો હતો જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

બીજી તરફ ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ભરૂચ જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસર 2.28 ઇંચ,આમોદ 1.5 ઇંચ,વાગરા 3.52 ઇંચ,ભરૂચ 2.48 ઇંચ,ઝઘડિયા 1.5 ઇંચ,અંકલેશ્વર 3.32 ઇંચ,હાંસોટ 5.52 ઇંચ,વાલિયા 1 ઇંચ,નેત્રંગમાં 12 મી.મી.વરસાદ નોંધાયો હતો.

જિલ્લામાં સરેરાશ એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી પ્રવાહ ટાળવા અને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે.