ભરૂચ : ટંકારીયામાં જુગારધામ પર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના દરોડા,25 જુગારીયાની પોલીસે કરી ધરપકડ

દરોડા દરમિયાન પોલીસે 25 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી રોકડા રૂપિયા 2 લાખ 10 હજાર 870, 22 નંગ મોબાઈલ ફોન, એક તવેરા કાર અને જુગાર રમવાના અન્ય સાધનો મળી કુલ રૂપિયા 7 લાખ 8 હજાર 370 નો મુદ્દામાલ જપ્ત કર્યો

New Update
  • ટંકારીયામાં જુગારધામ પર LCBના દરોડા

  • ઝાડી ઝાંખરામાં જામી હતી જુગારની મહેફિલ

  • પોલીસના દરોડાથી જુગારીઓમાં ફફડાટ

  • પોલીસે 25 આરોપીઓની કરી ધરપકડ

  • પોલીસે 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કર્યો જપ્ત 

Advertisment

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટંકારીયામાં જુગારધામ પર દરોડો પાડ્યો હતો.જેમાં ઝાડી ઝાંખરામાં જુગાર રમતા 25 જુગારીઓની પોલીસે ધરપકડ કરી હતી,અને રોકડા રૂપિયા તેમજ તવેરા કાર સહિતના કિંમત રૂપિયા 7 લાખ 8 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી.વાળાની ટીમને બાતમી મળી હતી કે ટંકારીયા ગામના એસ.ટી.કોલોની વિસ્તારમાં રહેતો ઇકરામ ઇનાયત લાલન અને તેના સાગરીતો મોટા પાયે જુગાર રમાડી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે ટંકારીયા ગામે અડોલ રોડ પર એસ.ટી.કોલોની પાછળ આવેલી ખુલ્લી બાવળની ઝાડીઓમાં દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન પોલીસે 25 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી રોકડા રૂપિયા 2 લાખ 10 હજાર 87022 નંગ મોબાઈલ ફોનએક તવેરા કાર અને જુગાર રમવાના અન્ય સાધનો મળી કુલ રૂપિયા 7 લાખ 8 હજાર 370 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે મોહસીન ઇનાયત લાલન સહિત 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

Latest Stories