ભરૂચ : જંબુસરની શેઠ ખડકીમાં સોની વેપારીના મકાનનું તાળું તૂટ્યું, રૂ. 8.70 લાખના મત્તા પર તસ્કરોનો હાથફેરો...

જંબુસર શહેરમાં શેઠ ખડકી વિસ્તારમાં રહેતા સોના-ચાંદીના વેપારી હિતેશચંદ્ર વિનોદચંદ્ર ચોકસીના ઘરે તાળું તોડી તસ્કરોએ રૂ. 8.70 લાખની મત્તાની ચોરીને અંજામ આપ્યો

New Update

ભરૂચ જિલ્લામાં જંબુસર શહેરમાં ચોરીની એક મોટી ઘટના સામે આવી છે. શેઠ ખડકી વિસ્તારમાં રહેતા સોના-ચાંદીના વેપારી હિતેશચંદ્ર વિનોદચંદ્ર ચોકસીના ઘરે તાળું તોડી તસ્કરોએ રૂ. 8.70 લાખની મત્તાની ચોરીને અંજામ આપ્યો હતો. 

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લામાં જંબુસર શહેરની શેઠ ખડકી વિસ્તારમાં રહેતા 65 વર્ષીય હિતેશચંદ્ર વિનોદચંદ્ર ચોકસી જંબુસર સોની ચકલા ખાતે સ્મીત જવેલર્સ નામની દુકાન ધરાવે છે. ગત તા. 10 નવેમ્બર-2025ના રોજ સાંજના સમયે દંપતી પોતાના મકાનને તાળું મારી વડોદરા ખાતે પુત્ર સ્મીત પાસે ગયા હતાઅને તા. 12 નવેમ્બર-2025ના રોજ સવારના સમયે ઘરે પરત ફરતાં તેમણે જોયું કેમુખ્ય દરવાજાનું લોખંડનું તાળું તૂટેલી હાલતમાં નીચે પડેલું હતુંઅને દરવાજો અડધો ખુલ્લો હતો. જોકેઘરમાં પ્રવેશ કરતા ઘરના નીચેના માળેથી લઇ ઉપરના રૂમો સુધી કબાટ અને તીજોરી ઉથલપાથલ હાલતમાં જોવા મળ્યા હતા.

તપાસ કરતાં રોકડ રૂ. 20 હજાર ઉપરાંત તીજોરીમાંથી સોનાની બંગડીવીંટીબુટ્ટીઅછોડો3 સોનાના સેટ તેમજ ચાંદીના વાસણો અને દાગીના મળી કુલ રૂ. 8.70 લાખની મત્તાની ચોરી થયાની માલુમાત મળી હતી. તસ્કરોએ અંદાજે 36 તોલા સોનું10 કિલો ચાંદી અને રોકડ રૂ. 1.30 લાખ ઉઠાવી લીધા હોવાનું મકાન માલિકે જાહેર કર્યું છે.

ચોકસી પરિવારે જણાવ્યું હતું કેચોરાયેલા દાગીના લગ્નકાળના હોવાથી તેમની પાસે હાલ બિલ ઉપલબ્ધ નથી. વધુમાં હિતેશચંદ્ર ચોકસીએ જણાવ્યું હતું કેહાલમાં કોઈ વ્યક્તિ પર શક નથીપરંતુ ચોરી સંગઠિત રીતે થઈ હોય તેવી સંભાવના છે. તો બીજી તરફજંબુસર પોલીસએ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ ટીમ દ્વારા સ્થળ પરથી ફિંગરપ્રિન્ટ અને CCTV ફૂટેજના આધારે ચોરોની શોધખોળ હાથ ધરાઈ છે. આ ઘટનાએ જંબુસરના વેપારી વર્ગમાં ચિંતાનો માહોલ ઊભો કરી દીધો છે.

Latest Stories