અંકલેશ્વર: SP અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો, ટ્રાફિક- CCTV નેટવર્ક સહિતના પ્રશ્ને કરાય ચર્ચા

અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલ સરદાર પટેલ વાડી ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરાય

New Update
ભરૂચ જીલ્લાના નવ નિયુક્ત પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથક ખાતે વાર્ષીક ઈન્સપેક્શન યોજવામાં આવ્યું હતું.જેમાં નાયબ પોલીસ અધિક્ષક ડો.કુશલ ઓઝા અને પી.આઈ.આર.એચ.વાળા તેમજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. જે બાદ  સરદાર પટેલ વાડી ખાતે લોક દરબાર યોજાયો હતો.જેમાં ટ્રાફિક,સીસીટીવી કેમેરા સહિતના પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સ્થાનિકોની રજુઆત સાંભળી પોલીસ વડાએ તેઓના પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી.
Latest Stories