New Update
/connect-gujarat/media/media_files/2025/03/04/I19ETZ4Bxi5P21DIKMqg.jpg)
ભરૂચના જંબુસરના કાવી ગામે પ્રેમી પંખીડાઓએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે ભરૂચના જંબુસરમાં પ્રેમી પંખીડાઓના આપઘાતની કરુણ ઘટના સામે આવી છે.જંબુસરના કાવી ગામના વાવડી ફળિયામાં રહેતા સુજાન રાઠોડ અને હિરલ રાઠોડ નામના પ્રેમી પંખીડાઓએ ગામમાં જ વૃક્ષ સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.
આ અંગેની જાણ ગ્રામજનોને થતા તેઓએ કાવી પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાની સાથે જ કાવી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બંનેના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટેમ અર્થે ખસેડ્યા હતા.પ્રેમી પંખીડાઓએ અંતિમવાદી પગલું શા માટે ભર્યું તે જાણવા મળી શક્યું નથી બનાવની વધુ તપાસ કાવી પોલીસ ચલાવી રહી છે.
Latest Stories