New Update
/connect-gujarat/media/media_files/2025/08/20/stealing-jewellery-2025-08-20-17-17-24.jpg)
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગણેશ પાર્ક-3માં રહેતી મહિલાને સોસાયટીના ગેટ પરથી બે ઈસમોએ વાતોમાં ભોળવી મંગળસૂત્ર અને કાનની કળી 1.67 લાખના મુદ્દામાલ લઈ ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગણેશ પાર્ક-3 સોસાયટીમાં રહેતા હીરાબેન પ્રભાકર ખરાડે ગતરોજ સાંજે પોતાની દીકરીને ત્યાં જવા માટે નીકળ્યા હતા.તે સમયે તેઓની સોસાયટીના ગેટની પાસે બે ઈસમો મળ્યા હતા.જેઓએ હીરાબેનને રોકી બંને ઈસમોએ તેઓના શેઠના ઘરે દીકરાનો જન્મ થયો છે.અને શેઠ ગરીબ લોકોને દાન આપે છે અમે તમને પણ દાન અપાવીશું કહી લઈ ગયા હતા. અને માર્ગમાં મહિલાએ પહેરેલ સોનાનું મંગળસૂત્ર અને કાનની કળી કઢાવી તેને મૂકી દેવાનું કહી મહિલાની નજર ચૂકવી 1.67 લાખના મુદ્દામાલ સેરવી લઈ ફરાર થઇ ગયા હતા.છેતરપીંડી અંગે મહિલાએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
Latest Stories