અંકલેશ્વર: રામકુંડ સ્થિત માંડવ્યેશ્વર મહાદેવ મંદિરે હોમાત્મક લઘુરૂદ્રનું આયોજન

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અંકલેશ્વરના રામકુંડ સ્થિત માંડવ્યેશ્વર મહાદેવ મંદિર ખાતે હોમાત્મક લઘુરૂદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અંકલેશ્વરના રામકુંડ સ્થિત માંડવ્યેશ્વર મહાદેવ મંદિર ખાતે હોમાત્મક લઘુરૂદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું

જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસ તેના અંતિમ ચરણમાં છે ત્યારે અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ રામકુંડ સ્થિત માંડવ્યેશ્વર મહાદેવ મંદિર ખાતે આજરોજ હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દેવાધિ દેવ મહાદેવની આરાધના કરવામાં આવી હતી. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન માંડવ્યેશ્વર મહાદેવ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને ભોળાનાથને રિઝવવા પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે ભોળા શંભુની આરાધનામાં ભક્તો લીન બન્યા હતા

Read the Next Article

અંકલેશ્વર: નર્મદા નદીમાં 5 યુવાનો ભરતીના પાણીમાં ફસાતા સ્થાનિક નાવિકોએ જીવ બચાવ્યો, બોટમાં કરી રહ્યા હતા ધીંગામસ્તી

અંકલેશ્વર તરફ નર્મદા નદીના કિનારે પાંચ જેટલા યુવાનોને સેલ્ફી અને ધીંગા મસ્તી કરવી ભારે પડી હતી અચાનક જ ભરતીના પાણી ફરી વળતા 5 જેટલા યુવાનો ફસાયા હતા

New Update
  • અંકલેશ્વર નજીક નર્મદા નદીનો બનાવ

  • નર્મદા નદીમાં 5 યુવાનો ફસાયા

  • ભરતીના પાણીમાં ફસાયા

  • સ્થાનિક નાવિકોએ બચાવ્યો જીવ

  • બોટમાં કરી રહ્યા હતા ધીંગામસ્તી

અંકલેશ્વર તરફ નર્મદા નદીના કિનારે પાંચ જેટલા યુવાનોને સેલ્ફી અને ધીંગા મસ્તી કરવી ભારે પડી હતી અચાનક જ ભરતીના પાણી ફરી વળતા 5 જેટલા યુવાનો ફસાયા હતા જેમને સ્થાનિક નાવિકોએ બહાર કાઢી જીવ બચાવ્યો હતો.

અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાના કિસ્સા યથાવત છે ત્યારે કેટલાક યુવાનોની જોખમી સેલ્ફી અને ધીંગા મસ્તીનો બનાવ સામે આવ્યો છે. રવિવારની સાંજે કેટલા યુવાનો નર્મદા નદી કિનારે અંકલેશ્વર તરફ પહોંચ્યા હતા જ્યાં લંગારેલી બોટમાં તેઓ સેલ્ફી અને ધીંગામસ્તી કરી રહ્યા હતા. જો કે ભરતીના પાણી આવતા બોટ પાણી વચ્ચે ફસાઈ ગઈ હતી અને યુવાનોના પણ જીવ પડીકે બંધાઈ ગયા હતા.

આ અંગેની જાણ થતાં જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ અન્ય નાવિકોને જાણ કરતા તેઓ પહોંચ્યા હતા અને નાવિકોએ નદીના પાણીમાં તરી નાવડી સાથે 5 જેટલા યુવાનોને બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો. આ અંગે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે  નર્મદા નદીના ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફ રવિવાર અને રજા સહિતના દિવસોમાં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડે છે છતાં તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવતી નથી ત્યારે મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે.