New Update
અંકલેશ્વરમાં બન્યો બનાવ
ફરીએકવાર આગનો બનાવ
સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
આગના પગલે અફરાતફરીનો માહોલ
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 ને અડીને આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં આજે બપોરના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી.
જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે અગન જવાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા.આ અંગેની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર ડીપીએમસીના બે ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
ગોડાઉનમાં રહેલ સ્ક્રેપના કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે આસપાસના વિસ્તારને કોર્ડન કરી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પણ નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલ અન્ય એક સ્ક્રેપના ગોડાઉનમા ભીષણ આગ ફાટી નીકળી હતી ત્યારે વારંવાર આગના બનાવો બનતા વહીવટી તંત્ર દ્વારા આ બાબતે ગોડાઉનના સંચાલકો સામે કડક પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
Latest Stories