New Update
/connect-gujarat/media/media_files/2025/09/21/hansot-news-2025-09-21-18-56-11.jpg)
ભરૂચના હાંસોટ તાલુકાના કોટેશ્વર મંદિર ખાતે આજરોજ ખેડૂત સમાજ દ્વારા મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સહકારી તેમજ કોંગ્રેસના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. આ બેઠકમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ દ્વારા તાજેતરમાં 90 દિવસ માટે સમારકામ અર્થે નહેરમાં પાણી બંધ કરવામાં આવનાર છે ત્યારે આ સમયગાળો ઘટાડવાની માંગ કરવામાં આવી છે.સાથે જ આગામી સમયમાં યોજાનાર સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપ સરકારને પડકાર ફેંકવા માટે બિન ભાજપી પેનલ બનાવવા માટેની ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.
આ બેઠકમાં ગુજરાત ખેડૂત સમાજના જયેશ પટેલ, કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વલ્લભ પટેલ, રમેશભાઈ પટેલ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને સિંચાઈના પાણીના પ્રશ્નોનોનું જો નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
Latest Stories