/connect-gujarat/media/media_files/2025/09/13/ankleshwar-rainfall-2025-09-13-18-33-09.jpg)
નવરાત્રિના પ્રથમ નોરતે જ મેઘરાજાની એન્ટ્રી થઈ છે અંકલેશ્વર અને હાંસોટ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પવન સાથે વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી વરસાદ વરસતા ખેલૈયાઓ તેમજ ગરબા આયોજકો મૂંઝવણમાં મુકાયા છે.
આ વખતે નવરાત્રી દરમિયાન વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે તારીખ 27મી સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે તે મુજબ જ વરસાદ વરસી રહ્યો છે. હાંસોટ પંથકમાં ગતરોજ પણ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ત્યારે પ્રથમ નોરતે જ વરસાદ વરસતા શેરીઓ અને ગરબા ગ્રાઉન્ડ પાણી પાણી થઈ ગયા હતા.