ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી GIDC સ્થિત એમ.એસ.જોલી ઓડિટોરિયમ ખાતે ઉદ્યોગપતિ અનુરીત જોલી દ્વારા આગામી તા. 25 ઓગષ્ટના રોજ મ્યુઝિકલ મીટનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિ સ્વ. એમ.એસ.જોલીના ધર્મપત્ની અનુરીત જોલી છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના કેટલાક શહેરોમાં જુદા જુદા ક્ષેત્રે કાર્યરત સંગીતપ્રિય લોકો સાથે જોડાયેલા છે. આ સંગીતપ્રિય લોકોના સમૂહ દ્વારા અનેક વખત ગીત-સંગીતના અનેક કાર્યક્રમો કરવામાં આવે છે, ત્યારે ગત વર્ષની સફળતા બાદ આ વર્ષે પણ ઉદ્યોગપતિ અનુરીત જોલી દ્વારા મ્યુઝિકલ મીટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 25 ઓગષ્ટના રોજ અંકલેશ્વરના પાનોલી GIDC સ્થિત એમ.એસ.જોલી ઓડિટોરિયમ ખાતે મ્યુઝિકલ મીટ યોજાશે. જેમાં રાજ્યભરમાંથી પધારેલા અનેક ગાયક કલાકારો હિન્દી સદાબહાર ગીતો શ્રોતાઓ સમક્ષ રજૂ કરશે, ત્યારે ગત વર્ષે યોજાયેલ મ્યુઝિકલ મીટની કેટલીક સુંદર પળો નિહાળો...
અંકલેશ્વરના પાનોલી GIDC સ્થિત એમ.એસ.જોલી ઓડિટોરિયમ ખાતે ગત વર્ષે યોજાયેલ મ્યુઝિકલ મીટમાં અનેક ગાયક કલાકારોએ પોતાના સુમધુર કંઠે ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સાથે જ દેશની સુરક્ષા માટે જાન ન્યોછાવર કરનાર શહીદો તેમજ સમાજની મુખ્યધારાથી હટી સેવાકાર્ય સાથે જોડાયેલા કર્મવીરોને વિશેષ સન્માન આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા, ત્યારે આ વર્ષે પણ આમંત્રિતોને મ્યુઝિકલ મીટના સુંદર આયોજનમાં ઉપસ્થિત રહેવા ઉદ્યોગપતિ અનુરીત જોલી દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.