/connect-gujarat/media/media_files/2025/12/19/bhagvat-katha-2025-12-19-17-31-57.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી ખાતેના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 22થી 28 ડિસેમ્બર દરમિયાન સંગીતમય શ્રીમદ ભાગવત કથાનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે શકુંતલા ગુલાબચંદ શારદા તથા સમસ્ત પરિવાર દ્વારા સંગીતમય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.આ કથાનો તારીખ 22મી ડિસેમ્બરના રોજ પ્રારંભ થશે,જેમાં સવારે 10:30 કલાકે કળશયાત્ર યોજાશે,જ્યારે બપોરના 3 કલાકે વિધિવત રીતે શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થશે.
સંગીતમય કથામાં શ્રી ચિત્રકૂટ ધામવાળા શ્રી કુંડળ કૃષ્ણ શાસ્ત્રીજી મહારાજ ધર્મપેમીઓને પાવન કથાનું રસપાન કરાવશે.વધુમાં આગામી તારીખ 28મી ડિસેમ્બર રવિવારના રોજ સવારના 9 કલાકે હવન સાથે કથાની પુર્ણાહુતી થશે,અને બપોરના 1 કલાકે મહાપ્રસાદી યોજાશે.આ પાવન અવસરનો લાભ લેવા માટે ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.