New Update
અંકલેશ્વરના ભડકોદ્રા ગામનો બનાવ
ડમ્પિંગ સાઈટમાં આગ
ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યા
કેમિકલ વેસ્ટ સળગાવાયો હોવાની આશંકા
તંત્ર તપાસ કરે એ જરૂરી
અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામની ડમ્પિંગ સાઈડમાં રહસ્યમય રીતે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગ્રામ પંચાયતની સોલિડ વેસ્ટ નિકાલ માટેની ડમ્પિંગ સાઇટમાં અચાનક રહસ્યમય રીતે આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
આગના કારણે ભારે પ્રમાણમાં ધુમાડો ફેલાતા આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનો ગંભીર ખતરો ઊભો થયો છે.સ્થાનિકોનું કહેવું છે કે આગ લાગ્યા બાદ લાંબા સમય સુધી કાળો ધુમાડો આકાશમાં ફેલાયેલો જોવા મળ્યો હતો.
ડમ્પિંગ સાઇટ નજીક આવેલ સ્ક્રેપ માર્કેટના કોઈક અસામાજિક તત્વો દ્વારા કેમિકલ વેસ્ટ ગેરકાયદેસર રીતે ડમ્પિંગ સાઇટ પર ઠાલવી તેને સળગાવી દેવામાં આવી હોવાની આશંકા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.
Latest Stories