ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 24 ફૂટે, કબીરવડમાં લોકોએ સ્થળાંતર કર્યું

ભરૂચ જિલ્લામાં અવિરત વરસાદની સાથે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવતા પાણીને પરિણામે હાલમાં ગોલ્ડન બ્રિજની જળ સપાટી 24 ફૂટને આંબી છે

New Update

ભરૂચ જિલ્લામાં અવિરત વરસાદની સાથે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવતા પાણીને પરિણામે હાલમાં ગોલ્ડન બ્રિજની જળ સપાટી 24 ફૂટને આંબી છે,જ્યારે કબીરવડ ખાતે લોકોએ સ્વયં જ સુરક્ષિત સ્થળ પર ખસી જવાની કવાયત કરી છે.

ભરૂચ જિલ્લામાં અવિરત મેઘમહેર વરસી રહ્યો છે,તો બીજી તરફ નર્મદા નદીમાં ઝડપી ગતિએ વધી રહેલા જળસ્તરના પરિણામે નદી કિનારે વસતા લોકો તેમજ ભરૂચ વહીવટી  તંત્રની ચિંતામાં વધારો થયો છે,જાણવા મળ્યા મુજબ સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે હાલમાં ડેમની જળ સપાટી 135.9 મીટર પહોંચી છે,જેમાં 3 લાખ 68 હજાર 475 ક્યુસેક પાણીની આવક છે,તો ડેમમાંથી 3 લાખ 45 હજાર 445 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા નદીના પાણી ભરૂચ ગોલ્ડન બ્રિજની ભયજનક જળ સપાટી 24 ફૂટને પહોંચી છે. જેના કારણે નદી કિનારે વસતા ગ્રામજનોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે,જ્યારે ભરૂચનાં પ્રવાસન સ્થળ કબીરવડમાં સ્થાનિક લોકો સલામતીના ભાગરૂપે પોતાની નાવડીની મદદથી સ્વયં જ સ્થળાંતર કરી રહ્યા છે.નર્મદા નદીમાં વધતા પાણીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પણ નદી કિનારે વસતા લોકોને સાબદા કરીને જરૂરી સૂચનાઓ આપી છે.   
#Bharuch #Gujarat #CGNews #Narmada River #Golden Bridge #Dam Water Level
Here are a few more articles:
Read the Next Article