New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
જિલ્લા ન્યાયાલય ખાતે આયોજન કરાયું
નેશનલ લોક અદાલત યોજાય
17 હજારથી વધુ કેસ રજુ કરાયા
ન્યાયાધીશ વકીલો અને પક્ષકારો રહ્યા ઉપસ્થિત
ભરૂચ જિલ્લા કોર્ટ સંકુલ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલતમાં 17000થી વધુ કેસ મૂકવામાં આવ્યા હતા ભરૂચ કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં કૌટુંબીક તકરાર, મિલકત સંબંધી વેચાણના દાવા, મની રિકવરીના કેસો, અકસ્માત વળતર કેસો તેમજ સમાધાનલાયક ક્રિમિનલ કેસો રજૂ કરવામાં આવ્યા હતા.
આ લોક અદાલતમાં ઈ-ચલણના 14,727 સિવિલ ક્રિમિનલના 1013 કેસ, પ્રી લીટીગેશનના 1306 કેસ મળી 17 હજારથી વધુ કેસ નિકાલ અર્થે મુકવામાં આવ્યા હતા.લોક અદાલતનો પ્રારંભ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન આર.કે.દેસાઈ,અધિક જિલ્લા ન્યાયાધીશ ઇ.એન.શેખ અને DLSAના સેક્રેટરી પી.પી.મોકાશીના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વકીલો, વકીલ મંડળના પ્રતિનિધિઓ તથા કોર્ટ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ લોક અદાલતના આયોજનનો મુખ્ય ઉદ્દેશ ન્યાયિક પ્રક્રિયામાં આવતી લાંબી પ્રક્રિયા ટાળીને ઝડપી નિકાલ લાવવાનો છે જેથી પક્ષકારોને અવારનવાર થતી હેરાનગતિમાંથી છુટકારો મળે.
Latest Stories