શારદીય નવરાત્રી મહોત્સવનો ગતરોજથી પ્રારંભ કરાયો
નારાયણ સ્ક્વેરમાં નવરાત્રિ મહોત્સવ-2025નું આયોજન
નવરાત્રિ પ્રારંભ કિન્નર સમાજના અગ્રણીઓના હસ્તે કરાયો
સોસાયટીના સભ્યોએ ભાવપૂર્વક માઁ અંબાની આરતી ઉતારી
પ્રથમ નોરતે સોસાયટીના સભ્યો મન મુકીને ગરબે ઘુમ્યા
ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલી નારાયણ સ્ક્વેર કો.ઓ. હાઉસિંગ સોસાયટીમાં આદ્યશક્તિ માઁ અંબાજીના નવરાત્રિ મહોત્સવ-2025નો શાનદાર પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મહોત્સવની શુભ શરૂઆત ભરૂચ કિન્નર સમાજના અગ્રણી દીપામાસી બા અને તેમના સહયોગીઓએ કરી હતી. તેઓએ નારાયણ સ્ક્વેર પરિવારના સભ્યો સાથે માઁ અંબાની આરતી ઉતારી અને ગરબાની શરૂઆત કરાવી હતી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં સોસાયટીના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં અને ભક્તિભાવપૂર્વક માતાજીની આરતીમાં ભાગ લઈ ઉમંગભેર ભાગ લઈને રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. નારાયણ સ્ક્વેર કો.ઓ. હાઉસિંગ સોસાયટીના પ્રમુખ જીગર દિવાને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ભવ્ય આયોજનથી સોસાયટીમાં ધાર્મિક અને ઉત્સાહભર્યું વાતાવરણ છવાયું હતું.