New Update
બિહાર ચૂંટણીના પરિણામો જાહેર
NDAને મળી ભવ્ય જીત
અંકલેશ્વરમાં કરવામાં આવી ઉજવણી
ભાજપ દ્વારા ઉજવણી કરાય
ફટાકડા ફોડી વિજ્યોત્સવ મનાવાયો
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને મળેલી ભવ્ય જીત બાદ અંકલેશ્વર નોટીફાઇડ એરીયા ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની જીત બાદ અંકલેશ્વર ભાજપમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર નોટીફાઇડ એરિયા ભાજપ દ્વારા વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જોડાયા.જીઆઈડીસીમાં આવેલ સરદાર પાર્ક ખાતે કાર્યકરો દ્વારા ફટાકડાં ફોડીને અને મીઠાઈ વહેંચીને આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં નોટીફાઇડ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા, પૂર્વ પ્રમુખ જશુ ચૌધરી, અનિલ શુકલા સહિતના આગેવાનો જોડાયા હતા.સ્થાનિક કાર્યકરોમાં બિહાર ચૂંટણી પરિણામોને લઇ ઉત્સાહ જોવા મળ્યો હતો અને ભાજપની જીતને ‘વિકાસની જીત’ તરીકે વર્ણવાઈ હતી.
Latest Stories