અંકલેશ્વર નગર સેવા સદનની બેદરકારી, સ્વર્ણિમ લેક્વ્યુ પાર્કમાં બ્લોક બેસી ગયા

અંકલેશ્વરના ગામ તળાવ ફરતે શહેરીજનોના સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે બનાવેલ સ્વર્ણિમ લેકવ્યુ પાર્ક સતત બીજા વર્ષે વરસાદને પગલે પાણીમાં ધોવાઇ જતા પેવર બ્લોક બેસી ગયા હતા

New Update

અંકલેશ્વરના ગામ તળાવ ફરતે શહેરીજનોના સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે બનાવેલ સ્વર્ણિમ લેકવ્યુ પાર્ક સતત બીજા વર્ષે વરસાદને પગલે પાણીમાં ધોવાઇ જતા પેવર બ્લોક બેસી ગયા હતા

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ખાસ આયોજન હાથ ધરાયુ હતું નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ ગામ તળાવના બ્યુટીફિકેશન માટે જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ કામનું 85 ટકા કામ,પાલિકા દ્વારા લાઇટિંગ, ત્રણ સિક્યુરિટી ગાર્ડ અને પોણા કિલોમીટરમાં વોક વે સાથે લોકોને પ્રથમ વિનામૂલ્યે એન્ટ્રી આપવા,સિનિયર સિટીઝનો અને નાના બાળકો માટે ગાર્ડન બનાવવામાં આવ્યું હતું.
નાના બાળકો માટે રમત-ગમતના સાધનો આ ગાર્ડનમાં મૂકવામાં આવ્યા છે સાથે લોકો કસરત કરી શકે તે માટે પણ અહીં તેઓના જીમના સાધનો મુકવા સહીત એક્યુપ્રેશર વોક વે પણ બનાવવામાં આવ્યો છે આ સ્વર્ણિમ લેકવ્યુ પાર્કનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કર્યાને ૬ મહિનામાં જ તેનું ખસતા હાલ જોવા મળી હતા ગત ચોમાસાની સિઝનમાં ભારે વરસાદને પગલે આ પાર્કમાં આવેલ પેવર બ્લોક બેસી જવા સાથે દીવાલોમાં તિરાડ પડી ગઈ હતી જેને લઈ વિપક્ષે હલકી ગુણવત્તા પગલે સવાલો ઉઠાવ્યા હતા ચાલુ વર્ષે પણ એક અઠવાડીયાથી પેવર બ્લોક બેસી ગયા છે.
જેને કારણે પાર્કમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.ત્યારે મુખ્ય અધિકારીએ ગત વર્ષે દીવાલ ધસી પડી હતી તે માટી કમ્પૌઝ થવાથી બની હોવા સાથે પાંચ ટકા ભાગ ધસી પડ્યો હતો અને પાણીનો વહેણ હોવાથી આ ઘટના બની હતી આ વર્ષે બ્લોક બેસી જવાની ઘટના બની છે જે બ્લોક અંગે એજન્સી પાસે કામગીરી કરવાની ખાતરી આપી હતી તો પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતએ આ બ્લોકની કામગીરી કોન્ટ્રાકટરની ડિપોઝિટમાથી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી.
Latest Stories