ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત ભરૂચ જિલ્લા આહિર સમાજના મુખ્ય કાર્યાલય ખાતે આહિર સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો.
ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ સહિતના આગેવાનો અને સભ્યોની ઉપસ્થિતિમાં ભરૂચ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીનું શાલ ઓઢાડી તેમજ પુષ્પગુચ્છ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભરૂચ જીલ્લા આહિર સમાજના પ્રમુખ દિનેશ આહિર, મહામંત્રી બાલુ આહિર, ખજાનચી નટવર આહિર સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.