રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો, નવા પ્રમુખ તરીકે પંકજ ભરવાડાની વરણી

અંકલેશ્વરના ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરની ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઇ હતી જેમાં રોટરીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ

  • રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનો શપથ ગ્રહણ સમારોહ

  • નવા પ્રમુખ તરીકે પંકજ ભરવાડાની વરણી

  • PIAના પ્રમુખ બી.એસ.પટેલે આપી હાજરી

  • રોટરીના સભ્યો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરના ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરની ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઇ હતી જેમાં રોટરીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનો શપથ ગ્રહણ સમારોહ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડી.એ.આણંદપુરા સ્પોર્ટ્સ કઓમ્પ્લેક્સ ખાતે યોજાયો હતો જેમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના નવા પ્રમુખ તરીકે પંકજ ભરવાડા તો સેક્રેટરી તરીકે વીપીન નાયરની વરણી કરવામાં આવી હતી. રોટરીના  ડિસ્ટ્રીક ગવર્નર અમરદીપસિંગ બુનેટે નવ નિયુક્ત હોદ્દેદારોને શપથ ગ્રહણ કરાવ્યા હતા.આ પ્રસંગે મામલતદાર કિરણસિંહ રાજપૂત,પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી.એસ.પટેલ,એથર કંપનીના ચેરમેન અશ્વિન દેસાઈ,કલામંદિર જવેલર્સના ડિરેકટર શરદ શાહ, પ્રમુખ સુનિલ નેવે  સહિત રોટરી ક્લબ ઓફ ભરૂચ અને અંકલેશ્વરના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories